તમારા આઇડી પ્રૂફ પર કેટલા મોબાઇલ નંબર એક્ટિવ છે તેની માહિતી મેળવો એક ક્લિક માં,

 માહિતી પોઈન્ટ:  હાલ ડિજિટલ યુગ માં ઘણા બધા એવા લોકો છે જે બીજા વ્યક્તિ ના નામે સીમ કાર્ડ નો ઉપયોગ કરી ગેર કાનૂની કાર્ય કરતા હોય છે. જે રોકવા માટે ભારત સરકાર તેમજ પોલીસ હમેશા લોકોને સાયબર ક્રાઈમ વિશે માહિતગાર કરે છે તેમ છતા ઘણા લોકો આ સાયબર ક્રાઈમ નો શિકાર બનતા હોય છે 


  હાલમાં જ સરકાર દ્વારા https://tafcop.dgtelecom.gov..in નામનુ પોર્ટલ બનાવવામાં આવેલ છે જેના દ્વારા દરેક લોકો પોતાના મોબાઈલ નંબર દ્વારા તેના નામે જેટલા મોબાઈલ નંબર રજીસ્ટર હોય તે નંબર ની માહિતી પ્રાપ્ત કરી શકે છે તેમજ રિપોર્ટ પણ કરી શકે છે.


તમારા આઇડી પ્રૂફ પર કેટલા મોબાઇલ નંબર રજીસ્ટર તે જોવા માટે શુ કરવુ ?


1. https://tafcop.dgtelecom.gov.in વેબસાઈટ પર જાઓ


2.  ત્યાર બાદ તમારા મોબાઈલ નંબર એન્ટર કરો.


3. ત્યાર પછી ઓટીપી પર ક્લિક કરો


4. ઓટીપી એન્ટર કરો એન્ડ સબમીટ પર ક્લિક કરો


5. સબમીટ કર્યા પછી તમારા નામે જેટલા મોબાઈલ નંબર રજીસ્ટર હશે તે બધા બતાવ છે.


6. જો તમને કોઈ અજાણ્યા નંબર દેખાય તો તમે રિપોર્ટ પણ કરી શકશો.